KuberaNowLogo
Thursday, 24/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

Celebrity Endorsement: બ્રાન્ડ્સ એક ચહેરા માટે કરોડો કેમ ખર્ચે છે?

બ્રાન્ડ્સ સેલિબ્રિટીને માત્ર પ્રચાર માટે નહીં, પરંતુ બ્રાન્ડ તરફ ધ્યાન ખેંચવા, વિશ્વાસ, પ્રભાવ અને બ્રાન્ડ વેલ્યૂ વધારવા માટે કરોડો ચૂકવે છે.

KuberaNow
desk@kuberanow25 Aug 2026
InstagramFacebookXLinkedIn
Brands Endorsement
Celebrity Brand EndorsementAI Generated Image

આજના આધુનિક સમયમાં સેલિબ્રિટી માત્ર રમતગમત કે મનોરંજન સાથે જોડાયેલી રહી નથી. પરંતુ કમાણી કરવા અન્ય માધ્યમનો પણ સહારો લેતી હોય છે. બીજી બાજુ બ્રાન્ડ્સ (Brands) માટે તે એક પાવરફૂલ બિઝનેસ એસેટ બની ગઈ હોય છે. વિચારો, એક ફેમસ સેલિબ્રિટીને એન્ડોર્સ (Brand Endorsement) કરવા કંપનીઓ કરોડો રૂપિયા ખર્ચે છે. આટલી મોટી રકમ ચૂકવવાનાં બદલે બ્રાન્ડને બદલામાં શું મળે છે તે તમે જાણો છો? વાસ્તવમાં બ્રાન્ડ્સ સેલિબ્રિટીને માત્ર જાહેરાત માટે પૈસા આપતી નથી, પણ તેની Reach, Audience Brand Image, Trust, Influence અને ગ્રાહકોની ખરીદ ક્ષમતા પર થતી અસર ખરીદે છે. લક્ઝરી, ફેશન, બ્યુટી, જ્વેલરી અને ઓટોમોબાઈલ જેવી ઈન્ડસ્ટ્રીમાં સેલિબ્રિટીનું નામ, બ્રાન્ડની કિંમત અને માર્કેટ પોઝિશનિંગને સીધી અસર કરી શકે છે.


કરોડો લોકો સુધી એકસાથે પહોંચી શકાય

સેલિબ્રિટી પાસે પહેલેથી જ મોટી ઓડિયન્સ હોય છે. બ્રાન્ડને અલગથી ઓડિયન્સ બનાવવામાં વર્ષો અને કરોડો રૂપિયા લાગી શકે. સેલિબ્રિટી એક જ પોસ્ટ, જાહેરાત કે કેમ્પેઇનથી લાખો-કરોડો લોકો સુધી પહોંચાડી શકે છે.



Celebrity Endorsement


વિશ્વસનીયતા

લોકો જે સેલિબ્રિટીને ઓળખે છે તેના દ્વારા રજૂ કરાયેલા પ્રોડક્ટને અજાણી જાહેરાત કરતાં વધુ ધ્યાનથી જુએ છે. ખાસ કરીને ફેશન, બ્યુટી, જ્વેલરી, લક્ઝરી, ઓટોમોબઈલ અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ માટે આ ખૂબ મહત્વનું છે.


બ્રાન્ડની કિંમત વધે છે

ધારો કે કોઈ સામાન્ય બ્રાન્ડ કોઈ સેલિબ્રિટી સાથે ₹5 કરોડની ડીલ કરે છે. બ્રાન્ડ કરોડોની ડીલ કરી માત્ર વેચાણ જ નથી કરતી. પરંતુ તે એકસાથે ભરોસો જીતવાનો રસ્તો પણ સરળ કરી દે છે. સેલિબ્રિટી સાથે ડીલ કરવાથી ગ્રાહકોની નજરમાં બ્રાન્ડ પ્રત્યેની આકાંક્ષા વધુ મજબૂત બની જાય છે.


વેચાણ વધી જવાની સંભાવના

સેલિબ્રિટીનાં સમર્થન દ્વારા કંપનીને ઘણી વખત વેચાણ, ઈન્કવાયરી, એપ્લિકેશન ડાઉનલોડ, વેબસાઈટ ટ્રાફિક, સ્ટોરમાં ગ્રાહકોની વિઝિટ વધી જાય છે. જો સેલિબ્રિટી કેમ્પેઈનથી ₹100 કરોડની આવક રળી શકાય તો સેલિબ્રિટીને 5-10 કરોડોની ફી આપવી બ્રાન્ડ માટે યોગ્ય રોકાણ બની શકે છે.


Celebrity Endorsement



સ્પર્ધકો સામે અલગ ઓળખ

એક જ કેટેગરીમાં ઘણી બ્રાન્ડ્સ હોય છે. સેલિબ્રિટી બ્રાન્ડને તેમના સ્પર્ધકથી જુદી છાપ ઊભી કરવામાં મદદ કરે છે.


લક્ઝરી બ્રાન્ડ માટે મહત્વનું

લક્ઝરીમાં પ્રોડક્ટ કરતાં સ્ટેટસ અને ઈચ્છા/આકાંક્ષાઓ પણ વેચાય છે. તેથી બ્રાન્ડ જો સેલિબ્રિટીના સમર્થન સાથેની જાહેરાત કરે તો ગ્રાહકોની નજરમાં તેનું કદ વધી જાય છે.


સેલિબ્રિટીની ફી કેવી રીતે નક્કી થાય?

સેલિબ્રિટીની ફી નક્કી કરતી વખતે બ્રાન્ડ માત્ર તેના Instagram ફોલોઅર્સની સંખ્યા પર આધાર રાખતી નથી. બ્રાન્ડ માટે સેલિબ્રિટીની Reach (કેટલા લોકો સુધી પહોંચ છે), Engagement (ઓડિયન્સ કેટલો પ્રતિસાદ આપે છે), Relevance (બ્રાન્ડ અને સેલિબ્રિટીની છબી વચ્ચે કેટલી સુસંગતતા છે), Image, Conversion Potential (કેમ્પેઇનથી વેચાણ કે ગ્રાહકોમાં કેટલો વધારો થઈ શકે છે), Exclusivity (સ્પર્ધક બ્રાન્ડ્સ સાથે કામ ન કરવાની શરતો) જેવા પરિબળો મહત્વના હોય છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Tags :SalesBrand EndorsementEntertainmentCelebrityBusiness
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  2. Sembcorp Green Infraએ ₹3,750 કરોડના IPO માટે SEBIમાં પેપર્સ ફાઈલ કર્યા
  3. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  4. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી

Economy

See more
  1. TEST MMM : BRICS Summit 2026 પર સમગ્ર વિશ્વની નજર, ભારત માટે શા માટે છે મહત્વપૂર્ણ?
  2. ssdsd
  3. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  4. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. મોંઘવારીના દબાણ વચ્ચે ફેડનો નિર્ણય
  2. sdfsdf
  3. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  4. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM