KuberaNowLogo
Thursday, 24/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

લક્ઝરી છોડીને ગામડાં-જંગલ તરફ દોડ્યા પ્રવાસીઓ; શું છે ‘રિવર્સ વેકેશન’ ટ્રેન્ડ?

રિવર્સ વેકેશન ફોન, મોબાઇલ ડિવાઈસ, ઇન્ટરનેટ અને કલાકો સુધીનાં સ્ક્રીન ટાઇમથી વિરામ આપે છે.

KuberaNow
desk@kuberanow22 Aug 2026
InstagramFacebookXLinkedIn
Reverse Vacation
Reverse Vacation TrendAI Generated Image

વેકેશનનું આયોજન કરતી વખતે લોકો સામાન્ય રીતે પુલ, સ્પા અને બાર જેવી સુવિધાઓ આપતી મોંઘી લક્ઝરી હોટલ બૂક કરે છે. જોકે, હવે માનસિકતા બદલાઈ રહી છે. વિશ્વભરના પ્રવાસીઓ પણ આ નવા ટ્રેન્ડને અપનાવી રહ્યાં છે. લોકો હવે ઇન્ટરનેટ ઍક્સેસ અથવા ફોન કનેક્ટિવિટી જેવી આધુનિક સુવિધાઓ વિનાના સ્થળોએ વેકેશન માણવા માંગે છે. તેઓ એવી રજા શોધે છે જ્યાં તેઓ માનસિક રીતે આરામ મળે, ફોન અને ઇમેઇલ્સના ઘૂસણખોરીથી મુક્ત થઈ શકાય તેવી જગ્યા શોધવા લોકો દૂરના સ્થળોએ મુસાફરી કરી રહ્યા છે અને દૂરના ગામડાઓ અથવા જંગલોમાં થોડા દિવસો વિતાવવા માટે પૈસા ખર્ચી રહ્યા છે. "રિવર્સ વેકેશન" ટ્રેન્ડ તરીકે લોકપ્રિયતા મેળવી રહ્યો છે.


Reverse Vacation


રોજિંદા કામકાજ અને સતત તણાવથી કંટાળીને લોકો દૂર જઈ ફક્ત થોડા શાંતિપૂર્ણ દિવસો વિતાવવા માંગે છે. ક્યારેક વીકેન્ડમાં પણ શાંતિપ્રિય સ્થળ શોધી માણસ જીંદગી જીવી લેતો હોય છે. નવા ટ્રેન્ડ મુજબ લોકો ફક્ત આધુનિક સુખ-સુવિધાઓથી કામચલાઉ વિરામ ઇચ્છે છે. નાના ગામડાંઓમાં ફરી પોતાના રોજીંદા કામકાજમાં પાછા ફરે છે. પરિણામે, ડિજિટલ પ્રોફેશનલ્સ, યુવાનો અને પ્રકૃતિ પ્રેમીઓ ભીડથી દૂર દૂરના ગામડાંઓ, જંગલો, નાના શહેરોમાં સમય વિતાવીને આ રિવર્સ વેકેશન ટ્રેન્ડને અપનાવી રહ્યા છે. આ એવી જગ્યાઓ હોય છે જ્યાં બાથરૂમ, ઇન્સ્ટન્ટ ડિલિવરી એપ્લિકેશનો અને લોન્ડ્રી જેવી સેવાઓનો અભાવ છે.  લોકો રિવર્સ વેકેશન કેમ અપનાવી રહ્યા છે? જાણો તેના 4 કારણો.


ડિજિટલ ડિટોક્સ

રિવર્સ વેકેશન ફોન, મોબાઇલ ડિવાઈસ, ઇન્ટરનેટ અને કલાકો સુધીનાં સ્ક્રીન ટાઇમથી વિરામ આપે છે. આ ડિજિટલ ડિટોક્સ માનસિક શાંતિ આપે છે અને પરિવાર સાથે સમય વિતાવવાની તક આપે છે.


Reverse Vacation


કુદરતની નજીક રહેવાની તક

યુવાનોમાં રિવર્સ વેકેશન વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. ખાસ કરીને એવા લોકોમાં જેમણે ક્યારેય તેમના દાદા-દાદીના ગામડાના જીવનનો અનુભવ કર્યો નથી. શહેરોમાં જન્મેલા અને મેટ્રો સિટીમાં રહેવા ગયા હોવાથી તેઓ પ્રકૃતિનો નજીકથી અનુભવ કરવા માટે ઝંખે છે. તાજી હવા, પક્ષીઓના અવાજો, વૃક્ષો, પર્વતો, નદીઓ અને ધોધ શોધતા ફરે છે.


Reverse Vacation


માનસિક શાંતિ

રોજિંદા કામકાજ, ધસારો અને રોજીંદી દિનચર્યાથી કંટાળી ગયેલા લોકો રિવર્સ વેકેશનને અપનાવી રહ્યા છે. શાંત વાતાવરણ સારી ઊંઘ તરફ દોરી જાય છે. વધુમાં, પોતાની સાથે એકાંતમાં થોડો શાંત સમય વિતાવવાની તક પણ મળે છે.


Reverse Vacation


Tags :TravelTravelplanReverse VacationLifestyle
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  2. Sembcorp Green Infraએ ₹3,750 કરોડના IPO માટે SEBIમાં પેપર્સ ફાઈલ કર્યા
  3. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  4. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી

Economy

See more
  1. TEST MMM : BRICS Summit 2026 પર સમગ્ર વિશ્વની નજર, ભારત માટે શા માટે છે મહત્વપૂર્ણ?
  2. ssdsd
  3. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  4. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. મોંઘવારીના દબાણ વચ્ચે ફેડનો નિર્ણય
  2. sdfsdf
  3. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  4. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM