યશની ‘Toxic’નું બોક્સ ઓફિસ પર તોફાન! ₹24 કરોડના એડવાન્સ બુકિંગ સાથે ‘ધુરંધર’ને પાછળ છોડી
ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ટિકિટના વેચાણમાં તેજી જોવા મળી રહી છે.

દક્ષિણ ભારતના ‘રોકિંગ સ્ટાર’ તરીકે ઓળખાતા અભિનેતા યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Toxic’ આગામી 26 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા જ બોક્સ ઓફિસ પર તેની ધમાકેદાર કમાણી કરી રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ટિકિટના વેચાણમાં તેજી જોવા મળી રહી છે.
યશની ખૂબ જ અપેક્ષિત ફિલ્મ ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ 26 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને ખાસ કરીને ધુરંધર 2ના સંદર્ભમાં ખાસ ચર્ચા થઈ રહી છે, કારણ કે ટોક્સિક શરૂઆતમાં 19 માર્ચે રણવીર સિંહ અભિનીત ફિલ્મ સાથે ટકરાવવાની હતી. જોકે, યશ હવે 26 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર એકલા જ ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે, અને આંકડાઓ દર્શાવે છે કે ટોક્સિકનું પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન રેકોર્ડ તોડી નાખશે.

KGFની ઝળહળતી સફળતા બાદ અભિનેતા યશની ટોક્સિક પર દર્શકોની નજર છે. ફિલ્મ ₹500-₹600 કરોડનાં બજેટમાં બની હોવાની વિગતો મળી છે. રવિવારે સવારે BookMyShow પર એક જ કલાકમાં 10,000 ટિકિટ વેચાઈ ગઈ હતી. મળતા અહેવાલો મુજબ Toxicએ પહેલા દિવસના એડવાન્સ બુકિંગ કલેક્શનમાં ₹18 કરોડની કમાણી કરી છે. ફિલ્મે બધી ભાષાઓમાં 4.7 લાખ ટિકિટ વેચી હોવાના અહેવાલ છે. ફક્ત કન્નડ ભાષામાં ₹10 કરોડનું કલેક્શન કર્યું છે, જ્યારે હિન્દી વર્ઝને પહેલા દિવસે ₹8 કરોડનું કલેક્શન કર્યુ છે.
ગીતૂ મોહનદાસનાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મએ સમગ્ર દેશમાં રિલીઝ પહેલા કમાણીમાં ગતિ પકડી છે. Sacnilkનાં ડેટા મુજબ, ફિલ્મએ ₹24.35 કરોડનું કુલ એડવાન્સ બુકિંગ કલેક્શન કર્યુ છે. જેમાંથી 641874 ટિકિટો વેચાઈ છે. 14152 કુલ શો છે. હિન્દી 2D સૌથી વધુ કલેક્શન સાથે પ્રથમ સ્થાને છે. જેમાં ફિલ્મએ ₹11.11 કરોડનું કલેક્શન કર્યુ છે. 3.28 લાખની ટિકિટનું વેચાણ થયું છે. કુલ શો 11,027 છે. કુલ ₹24.35 કરોડના કલેક્શનમાં હિન્દી 2Dનો હિસ્સો અંદાજીત 45.6% છે. અન્ય ભાષાઓમાં તમિલ 2Dમાં ₹45.34 લાખ, 27,686 ટિકિટ વેચાઈ છે. મલયાલમ 2Dમાં ₹19.27 લાખ, 9,614 ટિકિટ વેચાઈ છે. તેલુગુ 2Dમાં ₹13.48 લાખ, 5,428 ટિકિટ વેચાઈ છે.

ટોક્સિક એ રણવીર સિંહની ‘ધુરંધર’નાં એડવાન્સ બુકિંગનાં પ્રથમ દિવસનાં આંકડાને પાછળ છોડી દીધાં છે. ‘ધુરંધર’ની એડવાન્સ બુકિંગનાં પ્રથમ દિવસે બ્લોક કરેલી સીટો સહિત અંદાજે ₹14 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ પહેલાથી જ એનિમલ અને જવાનના એડવાન્સ બુકિંગ આંકડાઓને વટાવી ચૂકી છે, હવે ફક્ત પુષ્પા 2નો રેકોર્ડ તોડવાનો બાકી છે. આ ફિલ્મમાં યશ, કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતરિયા મુખ્ય રોલ ભજવશે.


