KuberaNowLogo
Thursday, 24/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

આ સપ્તાહમાં લાગશે IPOની લાઇન, 5 તો મેઈનબોર્ડ IPO હશે

24 ઓગસ્ટથી પ્રાઇમરી માર્કેટમાં 5 મેઇનબોર્ડ સહિત કુલ 9 IPOની એન્ટ્રી થવાની છે. ફાર્મા, એન્જિનિયરિંગ, લોજિસ્ટિક્સ અને પાવર કેબલ સહિત વિવિધ ક્ષેત્રોની કંપનીઓ બજારમાં આવશે.

KuberaNow
desk@kuberanow22 Aug 2026
InstagramFacebookXLinkedIn
IPO
24 ઓગસ્ટથી પ્રાઇમરી માર્કેટમાં 5 મેઇનબોર્ડ સહિત કુલ 9 IPOની એન્ટ્રીAI GENERATED IMAGE

ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં IPO રોકાણકારો માટે ભારે વ્યસ્ત રહેશે. 24 ઓગસ્ટથી પ્રાઇમરી માર્કેટમાં એક પછી એક 9 ઇશ્યૂ ખુલવાના છે, જેમાં 5 મેઇનબોર્ડ કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓ મળીને બજારમાંથી ₹3,300 કરોડથી વધુ મૂડી ઊભી કરવાની તૈયારીમાં છે. ફાર્મા, એન્જિનિયરિંગ, લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર કેબલ જેવા અલગ-અલગ ક્ષેત્રોની કંપનીઓ IPO લાવી રહી છે.


Symbiotec Pharmalabનો ₹1,757 કરોડનો IPO

ઇન્દોર સ્થિત ફાર્મા અને બાયોટેક કંપની Symbiotec Pharmalabનો IPO 24થી 27 ઓગસ્ટ દરમિયાન ખુલશે. કંપનીનો ઇશ્યૂ ₹1,757 કરોડનો છે. શેરનો ભાવબેન્ડ ₹938થી ₹988 નક્કી કરવામાં આવ્યો છે અને એક લોટમાં 15 શેર રહેશે. કંપની IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરશે.

24 ઓગસ્ટથી Hy-Tech Engineersનો IPO

હાઇડ્રોલિક ફિટિંગ બનાવતી Hy-Tech Engineersનો IPO પણ 24થી 27 ઓગસ્ટ સુધી ખુલશે. ₹135.73 કરોડના આ IPO માટે પ્રાઈઝબેન્ડ ₹50થી ₹53 પ્રતિ શેર રાખવામાં આવ્યો છે. એક લોટમાં 283 શેર રહેશે. કંપની આ રકમનો ઉપયોગ નવી મશીનરી ખરીદવા અને દેવું ઘટાડવા માટે કરશે.


Skyways Air Services લાવશે ₹582.80 કરોડનો IPO

લોજિસ્ટિક્સ અને કાર્ગો સેવાઓ આપતી Skyways Air Servicesનો IPO 24થી 27 ઓગસ્ટ સુધી ખુલશે. કંપની ₹582.80 કરોડ ઊભા કરવાની તૈયારીમાં છે. તેના શેરનો પ્રાઈઝબેન્ડ ₹131થી ₹138 રાખવામાં આવ્યો છે અને એક લોટમાં 100 શેર રહેશે. IPOની રકમનો ઉપયોગ દેવું ચૂકવવા અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે કરવામાં આવશે.


Annu Projectsનો IPO 25 ઓગસ્ટ ખુલશે

એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રની Annu Projectsનો ₹175 કરોડનો IPO 25થી 28 ઓગસ્ટ સુધી ખુલશે. તેમાં સંપૂર્ણપણે ફ્રેશ ઈસ્યૂ છે. શેરનો પ્રાઈઝબેન્ડ ₹94થી ₹99 નક્કી થયો છે. કંપની ₹115 કરોડ કાર્યકારી મૂડી માટે અને બાકીની રકમ મશીનરી ખરીદવા માટે વાપરશે.


Lumino Industriesનો IPO 27 ઓગસ્ટે ખુલશે

પાવર કેબલ અને વાયર બનાવતી Lumino Industriesનો IPO 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ખુલશે. શેરનો પ્રાઈઝબેન્ડ ₹78થી ₹82 નક્કી થયો છે. કંપની IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ દેવું ઘટાડવા, નવી મશીનરી ખરીદવા અને ઉત્પાદન એકમને અપગ્રેડ કરવા માટે કરશે.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Tags :ipoMainboardIPOPrimaryMarketSymbiotec Pharmalabgmpupcomingipo
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  2. Sembcorp Green Infraએ ₹3,750 કરોડના IPO માટે SEBIમાં પેપર્સ ફાઈલ કર્યા
  3. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  4. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી

Economy

See more
  1. TEST MMM : BRICS Summit 2026 પર સમગ્ર વિશ્વની નજર, ભારત માટે શા માટે છે મહત્વપૂર્ણ?
  2. ssdsd
  3. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  4. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. મોંઘવારીના દબાણ વચ્ચે ફેડનો નિર્ણય
  2. sdfsdf
  3. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  4. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM