KuberaNowLogo
Thursday, 24/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

ફ્લાઈટમાં એક જ ટિકિટના જુદા જુદા ભાવ કેમ? જાણો એરલાઇન કંપનીની સ્ટ્રેટેજી

એરલાઇન્સ બુકિંગ ડેટા, વર્તમાન માંગ, બાકી રહેલી સીટો, મુસાફરીની તારીખ અને બજારમાં ઉપલબ્ધ ભાડા જેવા અનેક પરિબળોના આધારે કિંમતોમાં ફેરફાર કરે છે.

KuberaNow
desk@kuberanow26 Aug 2026
InstagramFacebookXLinkedIn
Airline Ticket Price
Airline Ticket PriceAI Generated Image

એક જ ફ્લાઇટમાં મુસાફરી કરતા બે મુસાફરો એક જ પ્રકારની સીટ માટે જુદું-જુદું ભાડું ચૂકવતા જોવા મળે છે, ઘણી વખત એક જ ફ્લાઇટની ટિકિટ થોડા કલાકોમાં જ સસ્તી કે મોંઘી થઈ જાય છે. આ પાછળનું મુખ્ય કારણ એરલાઇન્સની Dynamic Pricing અને Revenue Management Strategy કાર્ય કરે છે.


એરલાઇન્સ દરેક સીટની કિંમત શરૂઆતથી એકસરખી રાખતી નથી. તેના બદલે સીટોને અલગ-અલગ Fare Classes/Fare Buckets (ભાડાની કેટેગરી)માં વહેંચવામાં આવે છે. શરૂઆતમાં મર્યાદિત સંખ્યામાં સસ્તી ટિકિટ ઉપલબ્ધ હોય છે. આ સસ્તી સીટોનું બુકિંગ વધતાં સસ્તું ભાડું બંધ થઈ જાય છે અને ત્યારબાદની સીટો ઊંચા ભાડા પર વેચાય છે.


માંગ વધે એટલે ભાડું પણ વધે

ટિકિટના ભાવમાં ફેરફારનું સૌથી મોટું કારણ Demand અને Supply છે. જો કોઈ રૂટ પર મુસાફરોની માંગ વધી રહી હોય અને ફ્લાઇટની સીટ ઝડપથી ભરાઈ રહી હોય તો એરલાઇન ઊંચા ભાડાવાળા Fare Bucket તરફ આગળ વધે છે. તહેવારો, રજાઓ, વીકએન્ડ, પરીક્ષા કે વેકેશનનો સમય અને મોટા બિઝનેસ અથવા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ દરમિયાન માંગ વધતી હોવાથી ભાડામાં પણ વધારો થઈ શકે છે. બીજી તરફ, જો ફ્લાઇટમાં સીટો ખાલી રહેવાની શક્યતા હોય તો એરલાઇન ડિસ્કાઉન્ટ અથવા ઓછા ભાડાવાળી કેટેગરી ફરી ઉપલબ્ધ કરી દે છે.


છેલ્લી ઘડીએ ટિકિટ કેમ મોંઘી હોય છે?

સામાન્ય રીતે છેલ્લી ઘડીએ ટિકિટ બુક કરનાર મુસાફરોમાં બિઝનેસ ટ્રાવેલર્સ અથવા જરૂરી મુસાફરી કરનારા લોકોનું પ્રમાણ વધારે હોઈ શકે છે. આવા મુસાફરો સમયની જરૂરિયાતને કારણે ઊંચું ભાડું ચૂકવવા તૈયાર હોય છે. આ કારણે ફ્લાઇટની તારીખ નજીક આવતાં સસ્તા Fare Buckets ઉપલબ્ધ ન હોય તો ટિકિટનો ભાવ ઝડપથી વધી શકે છે. જોકે આ કોઈ નિશ્ચિત નિયમ નથી. જો માંગ અપેક્ષા કરતાં ઓછી હોય તો છેલ્લી ઘડીએ પણ એરલાઇન ભાડું ઘટાડીને સીટ વેચવાનો પ્રયાસ કરી શકે છે. એરલાઇન માત્ર સીટ વેચતી નથી, પરંતુ દરેક ફ્લાઇટમાંથી શક્ય તેટલું વધુ ભાડું વસૂલવા સીટના ભાવનું સતત મેનેજમેન્ટ કરે છે.


સ્પર્ધા પણ જવાબદાર કારક

કોઈ રૂટ પર ઘણી એરલાઇન્સ વચ્ચે સ્પર્ધા હોય તો મુસાફરોને આકર્ષવા એરલાઈન કંપની ભાડામાં ફેરફાર કરતી જોવા મળી શકે છે. જ્યારે કોઈ રૂટ પર ઓછી એરલાઇન્સ હોય અથવા સીટોની ઉપલબ્ધતા મર્યાદિત હોય ત્યારે ભાડું ઊંચું રહેવાની શક્યતા વધી શકે છે. એરલાઇન્સ પોતાના ભાવ નક્કી કરતી વખતે અન્ય એરલાઇન્સના ભાડા અને રૂટની માંગ જેવા પરિબળો પર પણ સતત નજર રાખે છે.


દિવસ અને રાત્રિનાં સમયની અસર

મુસાફરીનો દિવસ અને સમય પણ ટિકિટના ભાવને અસર કરી શકે છે. સામાન્ય રીતે રજાઓની આસપાસ, વીકએન્ડ/મુસાફરો માટે અનુકૂળ સમયની ફ્લાઇટમાં માંગ વધુ હોઈ શકે છે. ખૂબ વહેલી સવારે અથવા મોડી રાત્રે ચાલતી ફ્લાઇટમાં કેટલીક વખત માંગ ઘટતાં ભાડું ઓછું પણ હોય છે.


ટિકિટ સસ્તી તો સુવિધા પણ ઓછી

ટિકિટની કિંમતમાં સીટનો ખર્ચ જ નહીં પરંતુ સામાન, સીટની પસંદગી, ટિકિટમાં ફેરફાર અને રિફંડ જેવી સુવિધાઓ  પણ સામેલ કરવામાં આવી હોય છે. એટલે બે મુસાફરોને એક જ ફ્લાઇટ અને એક જ કેબિનમાં સીટ મળી હોવા છતાં ટિકિટના નિયમો જુદા જુદા જોવા મળે છે.


એરલાઇન્સ માટે આ માત્ર ટિકિટ વેચવાનો નહીં, આવક વધારવાનો ખેલ

એરલાઇન ઉદ્યોગમાં વિમાન ઉડાડવાનો ખર્ચ મોટો હોય છે અને ફ્લાઇટની સીટ ખાલી રહી જાય તો તે સીટની આવક પછીથી મેળવી શકાતી નથી. આ માટે એરલાઇન્સ બુકિંગ ડેટા, વર્તમાન માંગ, બાકી રહેલી સીટો, મુસાફરીની તારીખ અને બજારમાં ઉપલબ્ધ ભાડા જેવા અનેક પરિબળોના આધારે કિંમતોમાં ફેરફાર કરે છે. એરલાઇન ટિકિટની કિંમતમાં થતો ફેરફાર માત્ર મુસાફરો માટેની મુશ્કેલી નથી, પરંતુ એરલાઇન્સના Revenue Management Modelનો મહત્વનો ભાગ છે. એરલાઇન્સ માટે પડકાર એ છે કે સીટો ખાલી ન રહે અને સાથે દરેક સીટમાંથી શક્ય તેટલી વધુ આવક મેળવી શકાય. આથી એરલાઇન ટિકિટનું ભાડું માત્ર સીટની કિંમત નથી. તે માગ, સપ્લાય, સ્પર્ધા, સમય અને મુસાફરની ખરીદીની પરિસ્થિતિના આધારે સતત બદલાતી કિંમત છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Tags :AirlineTicket PriceFlight FareBusiness
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  2. Sembcorp Green Infraએ ₹3,750 કરોડના IPO માટે SEBIમાં પેપર્સ ફાઈલ કર્યા
  3. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  4. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી

Economy

See more
  1. TEST MMM : BRICS Summit 2026 પર સમગ્ર વિશ્વની નજર, ભારત માટે શા માટે છે મહત્વપૂર્ણ?
  2. ssdsd
  3. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  4. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. મોંઘવારીના દબાણ વચ્ચે ફેડનો નિર્ણય
  2. sdfsdf
  3. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  4. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM