KuberaNowLogo
Thursday, 24/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

અમેરિકાના ઈરાન પ્રતિબંધોની ભારત પર અસર, ચોખા-ચા અને દવા નિકાસ પર સંકટ

અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતી સંસ્થાઓ પર કડક પ્રતિબંધો વધાર્યા બાદ ભારતીય નિકાસકારોની ચિંતા વધી છે. ખાસ કરીને બાસમતી ચોખા, ચા અને ફાર્મા ઉત્પાદનોના વેપારમાં ચુકવણી અને શિપમેન્ટ સંબંધિત મુશ્કેલીઓ વધી શકે છે.

KuberaNow
desk@kuberanow26 Aug 2026
InstagramFacebookXLinkedIn
ship
ઈરાન પર અમેરિકાની કડકાઈ, ભારતના ચોખા-ચા વેપારને મોટો ફટકોAI GENERATED IMAGE

ઈરાન પર અમેરિકાના નવા આર્થિક પ્રતિબંધો બાદ ભારતમાંથી ઈરાનને થતી ચોખા, ચા અને ફાર્મા ઉત્પાદનોની નિકાસ પર દબાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને ઈરાન સાથે જોડાયેલા વેપાર માટે બેન્કિંગ, પેમેન્ટ્સ અને શિપમેન્ટ ચેનલ્સ વધુ કડક બને તો ભારતીય નિકાસકારો માટે વ્યવહારો પૂર્ણ કરવાનું મુશ્કેલ બની શકે છે.


ભારત-ઈરાન વેપાર પહેલેથી જ ઘટ્યો

Commerce Ministryના આંકડા મુજબ ભારત અને ઈરાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર FY2018-19માં $17.03 અબજ હતો, જે FY2019-20માં ઘટીને $4.77 અબજ થયો હતો. FY2025-26માં બંને દેશો વચ્ચેનો કુલ વેપાર આશરે $1.63 અબજ રહ્યો હોવાનું જણાવાયું છે. તેમાં ભારતની નિકાસનો હિસ્સો 90%થી વધુ છે.


બાસમતી ચોખા પર સૌથી વધુ નજર

ભારતમાંથી ઈરાનને મોટા પ્રમાણમાં બાસમતી ચોખાની નિકાસ થાય છે. ઉપલબ્ધ આંકડા મુજબ 2026ના પ્રથમ છ મહિનામાં ભારતે ઈરાનને આશરે $383 મિલિયનના ચોખાની નિકાસ કરી હતી. આ વેપારનો એક ભાગ Dubai મારફતે થતો હોવાથી UAEમાં પણ ઈરાન સંબંધિત નાણાકીય વ્યવહારો પર નિયંત્રણ કડક થાય તો નિકાસકારો માટે પેમેન્ટ settlement અને શિપમેન્ટમાં મુશ્કેલી વધી શકે છે.


ચા અને ફાર્મા વેપાર પણ અસરગ્રસ્ત થઈ શકે

ચોખા ઉપરાંત ભારત ઈરાનને ચા અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પણ નિકાસ કરે છે. નવી sanctions regime હેઠળ ઈરાન સાથે નાણાકીય વ્યવહારો અથવા trade facilitation કરતી કંપનીઓ પર secondary sanctionsનું જોખમ વધે તો ભારતીય કંપનીઓ માટે બેન્કિંગ ચેનલ્સનો ઉપયોગ મુશ્કેલ બની શકે છે.


કાચા તેલના વેપાર પર પણ નજર

ભારત અને ઈરાન વચ્ચેનો વેપાર અગાઉ કાચા તેલ પર મોટા પ્રમાણમાં આધારિત હતો. 2019 બાદ અમેરિકન પ્રતિબંધો કડક થતાં ભારતીય રિફાઇનરીઓએ ઈરાનમાંથી ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટમાં મોટો ઘટાડો કર્યો હતો. અહેવાલ મુજબ 2026ના પ્રથમ છ મહિનામાં પણ મર્યાદિત પરિસ્થિતિમાં ઈરાનથી આશરે $707 મિલિયનનું કાચું તેલ આયાત થયું હતું.


ભારતીય exporters માટે મુખ્ય પડકાર paymentનો

નવા પ્રતિબંધોની સૌથી મોટી અસર સીધી નિકાસ કરતાં પેમેન્ટ અને બેન્કિંગવ્યવસ્થામાં જોવા મળી શકે છે. જોઆંતરરાષ્ટ્રીય બેંકો અથવા intermediaries ઈરાન સંબંધિત લેવડદેવડથી દૂર રહે તો ભારતીય exportersને નાણાં મેળવવામાં વિલંબ અથવા વધારાનો ખર્ચ સહન કરવો પડી શકે છે.


અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: Ola-Uberથી અલગ રસ્તો, ભારતમાં મુસાફરી માટે નવી ઓળખ બની ‘ભારત ટેક્સી’



Tags :India Iran TradeUS SanctionsBasmati RicePharma ExportsTea Exports
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  2. Sembcorp Green Infraએ ₹3,750 કરોડના IPO માટે SEBIમાં પેપર્સ ફાઈલ કર્યા
  3. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  4. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી

Economy

See more
  1. TEST MMM : BRICS Summit 2026 પર સમગ્ર વિશ્વની નજર, ભારત માટે શા માટે છે મહત્વપૂર્ણ?
  2. ssdsd
  3. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  4. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. મોંઘવારીના દબાણ વચ્ચે ફેડનો નિર્ણય
  2. sdfsdf
  3. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  4. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM