KuberaNowLogo
Thursday, 24/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

WhatsApp

+91 99042 77760

પ્રાયોરિટી જ્વેલ્સનો 28મી ખૂલશેઃ કંપની 86થી 91 કરોડની રકમ એકત્રિત કરશે

પ્રાયોરિટી જ્વેલ્સ પ્રતિ શેર 190થી 200 રૂપિયાના ભાવે 45.75 લાખ શેર જારી કરશે અને 86 કરોડથી 91 કરોડની રકમ એકત્રિત કરશે

KuberaNow
desk@kuberanow24 Aug 2026
InstagramFacebookXLinkedIn
કંપનીનો કારોબાર 21 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં પથરાયેલો છે. આ ઉપરાંત કંપની 13 દેશોમાં તેની જ્વેલરીની નિકાસ કરે છે
કંપનીનો કારોબાર 21 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં પથરાયેલો છે. આ ઉપરાંત કંપની 13 દેશોમાં તેની જ્વેલરીની નિકાસ કરે છેAI Generated

મુંબઈઃ પ્રાયોરિટી જ્વેલ્સ લિમિટેડનો IPO 28મી ઓગસ્ટના રોજ ખૂલશે અને પહેલી સપ્ટેમ્બરના રોજ બંધ થશે. કંપની બજારમાંથી અપર એન્ડે 86.93 કરોડ અને લોઅર એન્ડે રૂ. 91.50 કરોડ એકત્રિત કરશે. જો કે એન્કર ઇન્વેસ્ટરો 27મી ઓગસ્ટના રોજ બિડિંગ કરી શકશે.

પ્રાયોરિટી જ્વેલ્સ IPO માટે 45.75 લાખ શેર પ્રતિ શેર 190થી 200 રૂપિયાના ભાવે જારી કરશે. ઇશ્યૂ પછી અપર પ્રાઇસ બેન્ડે કંપનીનું કુલ બજારમૂલ્ય રૂ. 360 કરોડ થશે. કંપની ઋણ ચૂકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે આ IPO લઈને આવી રહી છે. કંપનીના ઇશ્યુનો અડધા ઉપરાંતનો હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (QIB)ને ફાળવવામાં આવશે અને 15 ટકા નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે ફાળવવામાં આવશે. કંપનીના શેર ચોથી સપ્ટેમ્બરના રોજ BSE અને NSE બંને પર ચોથી સપ્ટેમ્બરના રોજ લિસ્ટ થશે. મેફકોમ ઇશ્યૂના બૂક રનિંગ લીડ મેનેજર છે અને MUFG ઇનટાઇમ ઇન્ડિયા રજિસ્ટ્રાર છે.


પ્રાયોરિટી જ્વેલ્સની સ્થાપના 2007માં થઈ હતી. કંપની લાઇટવેઇટ, ડાયમંડ સ્ટડેડ ગોલ્ડ અને પ્લેટિનમ જ્વેલરીના ડિઝાઇનિંગ, મેન્યુફેક્ચરિંગ અને સેલ સાથે જોડાયેલી છે. કંપનીનો કારોબાર 21 રાજ્યમાં અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પથરાયેલો છે. કંપની અમેરિકા, યુએઈ, હોંગકોંગ અને નોર્વે સહિત 13 દેશોમાં નિકાસ કરે છે. કંપની મુંબઈમાં અંધેરી ખાતે 19,008 ચોરસ ફૂટમાં પથરાયેલું યુનિટ ધરાવે છે. તેની ફેસિલિટીઝ એડવાન્સ્ડ કાસ્ટિંગ, CAD/CAM અને થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીસથી સજ્જ છે અને પ્રીસિઝન મેન્યુફેક્ચરિંગને સપોર્ટ કરે છે.


કંપની કેરેટલેન ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ, કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડ, રિલાયન્સ રિટેલ લિમિટેડ, મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ FZCO,  ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી લિમિટેડ અને સેન્કો ગોલ્ડ લિમિટેડ જેવી જ્વેલરી ચેઇનને તેની પ્રોડક્ટસ પૂરી પાડે છે. કંપનીના કુલ 200થી વધુ ગ્રાહકો છે, તેમા 125 સ્વતંત્ર ઝવેરીઓ અને 53 જ્વેલરી ચેઇન્સ છે.


કંપનીએ 30 જુન 2026ના પૂરા થયેલા ક્વાર્ટરના અંતે રૂ. 146.72 કરોડની આવક નોંધાવી હતી અને તેનો કરબાદ નફો 6.47 કરોડ હતો. જ્યારે નાણાકીય વર્ષ 2025-26ના અંતે કંપનીની કામગીરીમાંથી કુલ આવક અગાઉના નાણાકીય વર્ષના 410.50 કરોડથી વધી 538.94 કરોડ થઈ હતી. જ્યારે કંપનીનો કરબાદ નફો અગાઉના નાણાકીય વર્ષના 7.14 કરોડથી 57.13 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધીને 17.64 કરોડ થયો હતો.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Tags :Priority Jewels IPOBSE NSE ListingGold And Diamond JewelleryJewellery IPO
Share Link
InstagramFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. HDFC Bankનો શેર બે ટકાથી વધુ ઘટીને બે વર્ષના તળિયે
  2. Sembcorp Green Infraએ ₹3,750 કરોડના IPO માટે SEBIમાં પેપર્સ ફાઈલ કર્યા
  3. Deepa Jewellersનો IPO 1 સપ્ટેમ્બરે ખુલશે, જાણો સમગ્ર વિગત
  4. બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી

Economy

See more
  1. TEST MMM : BRICS Summit 2026 પર સમગ્ર વિશ્વની નજર, ભારત માટે શા માટે છે મહત્વપૂર્ણ?
  2. ssdsd
  3. મંદીમાં પણ મોંઘી ઘડિયાળ અને જ્વેલરીની માંગ કેમ રહે છે? જાણો Luxury Marketનું ગણિત
  4. કેપિટલ ગૂડ્સ સેક્ટરની કામગીરી પહેલા અર્ધવાર્ષિક સમયગાળામાં નબળી, બીજા ભાગમાં રિકવરીની આશા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. મોંઘવારીના દબાણ વચ્ચે ફેડનો નિર્ણય
  2. sdfsdf
  3. SBIના આ ખાતામાં હવે 4 ટ્રાન્ઝેક્શન જ ફ્રી, પછી ચૂકવવો પડશે ચાર્જ
  4. એક્ટિવ મોમેન્ટમ ફંડ્સઃ અસ્થિરતા વચ્ચેના સૌથી સફળ ફંડ્સ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM